ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

ગાંધીનગર જીએમઇઆરએસ દ્વારા વડીલોના સ્મિતને અકબંધ રાખવા માટે યોજાયો સેવાયજ્ઞ

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલના દંતચિકિત્સા વિભાગ દ્વારા ‘વિશ્વ પ્રોસ્ટ્હોડોન્ટિસ્ટ દિવસ’ નિમિત્તે વડીલો માટે જાગૃતિ અને તપાસ કાર્યક્રમ ઉજવાયો

ગાંધીનગર ખાતે આવેલા જીએમઇઆરએસ (GMERS) જનરલ હોસ્પિટલના દંતચિકિત્સા વિભાગ દ્વારા ‘વિશ્વ પ્રોસ્ટ્હોડોન્ટિસ્ટ દિવસ’ નિમિત્તે વડીલો (જરિયાટ્રિક દર્દીઓ) માટે એક વિશેષ જાગૃતિ અને તપાસ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દંતચિકિત્સા વિભાગની નિષ્ણાત ટીમ દ્વારા વડીલોને કુદરતી દાંત અને ચોકઠાં (ડેન્ચર)નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દ્વારા જણાવાયું હતું કે, દાંતની સ્થિતિ સીધી રીતે વ્યક્તિના પોષણ, સ્પષ્ટ બોલચાલ અને એકંદર જીવનની ગુણવત્તા પર ઊંડી અસર કરે છે. યોગ્ય પાચન માટે સારી રીતે ચાવીને ખોરાક લેવો કેટલો અનિવાર્ય છે તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાયું હતું.

    વિશ્વ પ્રોસ્ટ્હોડોન્ટિસ્ટ દિવસની આ ઉજવણી માત્ર દાંતની તપાસ પૂરતી મર્યાદિત ન રહેતા, વડીલોના સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.વડીલોની પોષણ સ્થિતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું.દૈનિક જીવનની પ્રવૃત્તિઓ અને તેમની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. વડીલોની માનસિક સ્થિતિની તપાસ કરી તેમને યોગ્ય પરામર્શ આપવામાં આવ્યો હતો.

          દર્દીઓને પ્રત્યક્ષ સહાય મળી રહે તે હેતુથી દંતચિકિત્સા ટીમ દ્વારા ડેન્ચર (ચોકઠાં)ની જાળવણી માટેના ખાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચોકઠાંની સફાઈ અને તેની લાંબા સમય સુધીની જાળવણી કેવી રીતે કરવી, તે અંગેની વિગતવાર માહિતી ધરાવતા માર્ગદર્શિકા પેમ્ફ્લેટ્સ પણ આપવામાં આવ્યા હતા.

     આ કાર્યક્રમમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટશ્રી તથા હોસ્પિટલના કર્મચારીઓએ પણ આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.