ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ક્રિકેટ

વડોદરામાં રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું:કોહલીએ 93 રન ફટકાર્યા, એવોર્ડ જીત્યા પછી કહ્યું- મારા તમામ એવોર્ડ્સ માતાને સમર્પિત

વિરાટ કોહલીને 93 રનની ઇનિંગના કારણે પ્લેયર ઑફ ધ મેચને એવોર્ડ મળ્યો. - Divya Bhaskar

વિરાટ કોહલીને 93 રનની ઇનિંગના કારણે પ્લેયર ઑફ ધ મેચને એવોર્ડ મળ્યો.

વડોદરામાં રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 301 રનનો ટાર્ગેટ 49 ઓવરમાં જ ચેઝ કરી લીધો. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 93 રન ફટકાર્યા. કેપ્ટન શુભમન ગિલે 56 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે 49 રન અને અંતમાં કેએલ રાહુલે 29* રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ 4 વિકેટ ઝડપી.

રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. કેએલ રાહુલે ક્રિશ્ચિયન ક્લાર્કના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. હર્ષિત રાણાએ પણ ટીમની જીતમાં 29 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઈન્ડિયન ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે.