ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ક્રિકેટ

પંત ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝમાંથી બહાર:ધ્રુવ જુરેલને તક; નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, પાંસળીમાં બોલ વાગ્યો



ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટર રિષભ પંત ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કર્યો છે. BCCIએ રવિવારે આ અંગેની જાણકારી આપી હતી.

શનિવારે સાંજે પ્રેક્ટિસ સેશન દરમિયાન પંત થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સામે બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બોલ તેના પેટની જમણી બાજુએ વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ પંત દુખાવાને કારણે મેદાન પર બેસી ગયો હતો. ત્યારબાદ ટીમનો સપોર્ટ સ્ટાફ અને મેડિકલ ટીમ તેને મેદાનની બહાર લઈ ગઈ હતી. ડોક્ટરોની તપાસમાં બહાર આવ્યું છે કે પંતની જમણી પાંસળીમાં દુખાવો છે, જેના કારણે તેને આરામની જરૂર છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર રમાનારી આ પ્રથમ મેન્સ ઈન્ટરનેશનલ મેચ હશે. બીજી વન-ડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી વન-ડે 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

પંતની પ્રેક્ટિસ સેશનની તસવીરો...