ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / અમદાવાદ

'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર':જર્મનીમાં ફસાયેલી ભારતની દીકરીની વ્હારે આવ્યા ભૂલકાઓ, અરિહા શાહને ભારત લાવવા મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી

અરિહા શાહને ભારત પરત લાવવા માટે ભૂલકાઓએ PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી. - Divya Bhaskar

અરિહા શાહને ભારત પરત લાવવા માટે ભૂલકાઓએ PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી.

જર્મનીમાં ફસાયેલી ભારતની દીકરી અરિહા શાહને ભારત પરત લાવવા માટે હવે ભૂલકાઓએ મોરચો સંભાળ્યો છે અને 'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર'ના નારા સાથે વ્હારે આવ્યા છે.

લાંબા સમયથી જર્મનીના ચાઇલ્ડ કેર સેન્ટરમાં રહેલી અરિહાને તેના પરિવાર અને માતૃભૂમિ સાથે પુનઃ મિલાપ કરાવવા માટે બાળકોએ ભાવુક થઈને PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી છે.

ભારતની આ દીકરીને ન્યાય મળે અને તે પોતાના દેશ પરત ફરે તે માટે સોશિયલ મીડિયાના વીડિયો મારફત બાળકોએ આક્રોશ અને વિનંતી સાથે સરકારને કહ્યું છે.

અરિહા માતા-પિતા સાથે.
અરિહા માતા-પિતા સાથે.

અરિહાની વતન વાપસી માટે સરકારને અપીલ જર્મનીના ફોસ્ટર કેરમાં ફસાયેલી ભારતની નાની બાળકી અરિહા શાહને પરત લાવવા માટે હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્ર થઈને અરિહાની વતન વાપસી માટે ભારત સરકાર અને જર્મન સરકારને અપીલ કરી રહ્યા છે.

'જર્મન ચાન્સેલરની મુલાકાત દરમિયાન PM બેબી અરિહાનો મુદ્દો ઉઠાવે' કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે PM નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે, તેઓ જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન જર્મન ફોસ્ટર કેયરમાં રહેતી ભારતીય બાળકી બેબી અરિહા શાહનો સંવેદનશીલ મુદ્દો ઉઠાવે. આ મામલો એક નિર્દોષ ભારતીય બાળકીના માનવીય, સાંસ્કૃતિક, ભાષાકીય અને સભ્યતાના અધિકારો સાથે સંબંધિત છે તેના પર ભાર મૂકતા ગોહિલે પ્રધાનમંત્રીને અપીલ કરી કે તેઓ આ ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી સંવાદનો ઉપયોગ કરીને અરિહાને ભારત વહેલા પરત લાવવાનું સુનિશ્ચિત કરે.

શક્તિસિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત માટે તેના સૌથી નાના નાગરિકના અધિકારોની મજબૂત પરંતુ કરુણાપૂર્ણ હિમાયત કરવા અને તેણીને તેના વતન પરત લાવવાની એક મહત્વપૂર્ણ રાજદ્વારી તક છે.