
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ 12 જાન્યુઆરી 2026ના અમદાવાદની મુલાકાતે આવવાના છે. સવારે ગાંધીઆશ્રમ અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જવાના છે ત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ખૂબ ખરાબ સ્થિતિમાં છે. આજે 11 જાન્યુઆરીના રોજ સવારે 11:30 સુધીમાં AQI 229 સુધી પહોંચ્યો છે, એટલે કે હવાના પ્રદૂષણની સ્થિતિ ગંભીર હોવાની કેટેગરીમાં પહોંચ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના આવવાના રૂટ પર કોર્પોરેશન દ્વારા સતત મિસ્ટ મશીનનો ઉપયોગ કરી ઝાડ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
AQI 272 આસપાસ પહોંચ્યો છેલ્લા બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે અમદાવાદનું પ્રદૂષણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે. આજે 11 જાન્યુઆરીના રોજ સવારે પણ હવા પ્રદુષણની સ્થિતિ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી હતી. લગભગ 272 આસપાસ AQI પહોંચી ગયો હતો.

રૂટ પર પાણીનો છંટકાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આવવાના છે જે નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ જ્યાંથી AQI માપવામાં આવે છે ત્યાં પણ લગભગ 212ની આજુબાજુ AQI નોંધાયો છે. આ તમામ પરિસ્થિતિને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રૂટ ઉપર સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

રૂટ પરની બાંધકામ સાઇટ બંધ વડાપ્રધાનના રૂટ ઉપર જેટલી પણ બાંધકામ સાઈટો આવેલી છે ત્યાં મોટી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે તથા બાંધકામની કામગીરી હાલ બંધ હોવાનું જાણવા મળ્યું છે.